ગીરગઢડામાં વાડી વિસ્તારમાં 6 સિંહોએ ગાયનો શિકાર કર્યો, વીડિયો વાઇરલ

Nov 08,2019 1:09 PM IST

ગીરગઢડા: ગીરગઢડાના વાડી વિસ્તારમાં મોડી રાત્રે એકસાથે 6 સિંહો આવી ચડ્યા હતા અને ગાયનો શિકાર કરી મિજબાની માણી હતી. આ દ્રશ્યો મોબાઇલમાં કેદ કરી વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો. વીડિયોમાં એક સિંહ પર ઇજાના નિશાન જોવા મળી રહ્યા છે. બાબકા પંથકમાં બે સિંહો આવી ચડ્યા છે. ખાખરીયા ગામે આજે વહેલી સવારે પ્રકાશભાઇ ભોજાણીની વાડીએ બાંધેલા બળદનો શિકાર કરી મારણ કર્યું હતું. સિંહના પગના નિશાન ખેતરમાં જોવા મળ્યા હતા. હાલ ખેડૂતો માટે મોસમ હોય વાડીએ જતા ડરી રહ્યા છે.