ટ્રક-કાર અકસ્માત/ એક જ પરિવારના 6 સભ્યોની એક સાથે અર્થી ઊઠતા લોકો હિબકે ચડ્યા

Nov 18,2018 6:36 PM IST

સુરેન્દ્રનગર: ચોટીલાના સાંગાણી પાસે ગઈકાલે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં એક જ પરિવારના 6 લોકોના કમકમાટી ભર્યા મોત થયા હતા. આજે વઢવાણના આ પરિવારના 6 લોકોની એક સાથે અર્થી ઊઠતા આખું ગામ હિબકે ચઢ્યું હતું. આ અકસ્માતમાં નીરજભાઈ રસિકભાઈ ગોહિલ (40 વર્ષ) તેમના પત્ની દીનાબેન નીરજભાઈ ગોહિલ (40 વર્ષ), ધીરજબેન રસિકભાઈ ગોહિલ (65 વર્ષ) તેમજ નીરજ ભાઇ અને દીનાબેનની લાડલીઓ એવી નિધિ નીરજભાઈ ગોહિલ (13 વર્ષ), આયુષી નીરજભાઈ ગોહિલ (7 વર્ષ) તથા પુત્ર શિવાંગ નીરજભાઈ ગોહિલ (6 વર્ષ)ના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.