અકસ્માત / જૂનાગઢ લગ્નપ્રસંગમાંથી પરત ફરતાં આટકોટ નજીક કાર પલટી, ચાર સગા ભાઈ સહિત 5નાં મોત

Jan 27,2019 10:33 AM IST

આટકોટ: જસદણના આટકોટ-ભાવનગર હાઇવે પર જંગવડ ગામ પાસે વહેલી સવારે ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાંવતા કાર ડીવાઇડર ટપી રોંગ સાઇડમાં ઘૂસી જતા પલ્ટી મારી ગઇ હતી. કારમાં સવાર સાત વ્યક્તિમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે ત્રણ વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા. પરંતુ એકને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. તમામ લોકો લગ્રપ્રસંગમાં હાજરી આપી પરત ફરી રહ્યાં હતા