નવા વિડિઓ

 • સભામાં ચકલુંય ફરક્યું નહીં અને ખાલી ખુરશીઓ સામે ભાષણ આપતા રહ્યાં સપા નેતા 00:48

  સભામાં ચકલુંય ફરક્યું નહીં અને ખાલી ખુરશીઓ સામે ભાષણ આપતા રહ્યાં સપા નેતા

 • સંજય દત્તની 'ખલનાયક' ફિલ્મમાં આ ગુજરાતી એક્ટરે રાખીના પતિનો રોલ કર્યો હતો 03:28

  સંજય દત્તની 'ખલનાયક' ફિલ્મમાં આ ગુજરાતી એક્ટરે રાખીના પતિનો રોલ કર્યો હતો

 • રામાયણ અને પોરસ સિરિયલો જેમાં બની છે તેવા ઉમરગામના વૃંદાવન સ્ટુડિયોમાં ભીષણ આગ 00:58

  રામાયણ અને પોરસ સિરિયલો જેમાં બની છે તેવા ઉમરગામના વૃંદાવન સ્ટુડિયોમાં ભીષણ આગ

 • એક એવો એક્સિડેન્ટ કે હેલમેટ પણ ન બચાવી શક્યો જીવ,CCTVમાં કેદ થઈ ઘટના 01:08

  એક એવો એક્સિડેન્ટ કે હેલમેટ પણ ન બચાવી શક્યો જીવ,CCTVમાં કેદ થઈ ઘટના

 • સામાન્ય માણસની વાત

  સામાન્ય માણસની વાત

 • 40 feet long and 8 ton wieght blue Whale fish dead body get near sutrapada 00:54
  સમાચાર

  ધામળેજ બંદરે 40 ફૂટ લાંબી, 8 ટન વજન ધરાવતી બ્લુ વ્હેલ માછલીનો મૃતદેહ તણાઇ આવ્યો

  ગિરસોમનાથ: સુત્રાપાડાના ધામળેજ બંદરથી 2 કિલોમીટર દૂર દરિયાકિનારે મહાકાય બ્લુ વ્હેલ માછળીનો મૃતદેહ તણાય આવ્યો છે. વન વિભાગના પેટ્રોલિંગ દરમિયાન આ માછલીનો મૃતદેહ જોવા મળતા તેનું પીએમ કરી વધુ તપાસ હાથ ધરી છે. વન વિભાગના જણાવ્યા પ્રમાણે આ માછલી 40 ફૂટ લાંબી અને 8 ટન વજન ધરાલે છે. અહીં જુઓ વીડિયો

  10K વ્યુઝ
 • n this movie Sanjay Dutt's Khalnayak, this Gujarati actress played Rakhi's husband 03:28
  સમાચાર

  સંજય દત્તની 'ખલનાયક' ફિલ્મમાં આ ગુજરાતી એક્ટરે રાખીના પતિનો રોલ કર્યો હતો

  બોલિવૂડમાં ગુજરાતી કલાકાર-કસબીઓનો દબદબો છે.હિન્દી ફિલ્મની કહાનીમાં પણ ગુજરાતી પૃષ્ઠભૂમિ જોવા મળે છે.પરેશ રાવલ સહિતના અનેક ગુજરાતીઓ હાલમાં બોલિવૂડમાં સારું કામ કરી રહ્યા છે.જોકે બહું ઓછા લોકોને ખબર છે કે નાટક અને ફિલ્મના જાણીતા એક કલાકારે સંજય દત્તની ખલનાયક ફિલ્મમાં પહેલીવાર કામ કર્યું હતું.કોણ છે આ કલાકાર તે જાણવા જુઓ આ વીડિયો.

 • The fire took place at Vrundavan studio near Umargam 00:58
  સમાચાર

  રામાયણ અને પોરસ સિરિયલો જેમાં બની છે તેવા ઉમરગામના વૃંદાવન સ્ટુડિયોમાં ભીષણ આગ

  ઉમરગામ: રામાયણ જેવી ધાર્મિક સીરીઅલના કારણે વિશ્વ વિખ્યાત બનેલા ઉમરગામના વૃંદાવન સ્ટુડિયોમાં સ્ટુડિયો તેમજ શૂટિંગ કરતી કંપનીની બેદરકારીના કારણે અનેક વખત આગની ઘટના બનતી હોઈ છે. થોડા દિવસો પહેલા પોરસ ટીવી સીરીઅલના સેટમાં આગ લાગવાની ઘટના બની હતી ત્યારબાદ આજ રોજ તા 20/08/208 ની રાત્રીના 10:00 વાગ્યાના સુમારે અચાનક સ્ટુડીઓની અંદર રાધા ક્રિષ્ણા સીરીઅલના શૂટિંગ સેટ ખાતે આગ લાગી હતી. આગમાં સેટ બળીને ખાખ થઇ જવા પામ્યો હતો.

 • 12 lions dead in 11 days, including six lion babies im Amreli 00:55
  સમાચાર

  સરકાર ઘોર નિંદ્રામાં, ગીરમાં ટપોટપ મરતાં સિંહઃ 11 દિવસમાં 6 સિંહબાળ સહિત 12નાં મોત

  અમદાવાદઃ ગીરના જંગલમાં છેલ્લા 11 દિવસમાં 12 સિંહોનાં મોત થયાં છે. અમરેલીના ધારી નજીક પૂર્વ ગીર વિસ્તારમાં 6 સિંહબાળ સહિત 11 સિંહોના 11 દિવસમાં મોત થયાં છે. સરકાર ઘોર નિંદ્રામાં છે અને ટપોટપ સિંહો મરે છે. વનવિભાગે સત્તાવાર જાહેરાત કરી હતી. જોકે તમામ સિંહબાળ સહિત મૃત્યું પામેલા સિંહોના મોત અલગ-અલગ કારણોથી થયા હોવાનું પ્રાથમિક તારણ છે. જ્યારે વનવિભાગની ટીમ દ્વારા તાબડતોબ રીતે ગીરના સિંહોનું અવલોકન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. અમુક સિંહોના મોત પાછળ શરીરમાં થયેલું ઇન્ફેક્શન છે. સમગ્ર ગીરપંથકમાં સિંહોના મોત વાતવાયુ વેગે ફેલાતા અરેરાટી વ્યાપી ગઈ છે.

  2K વ્યુઝ
 • Raid on gamblers in Dudhwala mohala of Vadodara 00:57
  સમાચાર

  વડોદરાના દૂધવાલા મહોલ્લામાં જુગારીઓ પર પોલીસની રેડ પડતાં થઈ નાસભાગ

  વડોદરાના દૂધવાલા મહોલ્લા ખાતે દાણાનો જુગાર રમતા જુગરિયા પર પોલીસે રેડ કરતા નાસભાગ મચી ગઇ હતી. પોલીસે પાડેલા દરોડાને પગલે વિસ્તારમાં ઉત્તેજના ફેલાઇ ગઇ હતી. કેટલાંક લોકોએ તોફાનની દહેશતથી દુકાનોનાં શટર પાડી દીધાં હતાં. ભારે દોડધામને પગલે વિસ્તારમાં વાતાવરણ તંગ બની ગયું હતું. નોંધનીય છે કે, થોડા સમય પહેલાં જે મહિલા પીએસઆઇ પર લારીઓ બંધ કરાવવા બાબતે જીવલેણ હુમલો થયો હતો. તે મહિલા પીએસઆઇએ જ આજે દરોડો પાડ્યો હતો.

 • decorates ganesh pandal to aware public about raising assaulting 01:06
  સમાચાર

  વડોદરાના ગોત્રી વિસ્તારના ગણેશોત્સવમાં કરાયું બળાત્કાર વિશે જાગૃતિ ફેલાવતું ડેકોરેશન

  વડોદરા: અનેરા ઉત્સાહ-ઉમંગ સાથે ઉજવાઇ રહેલા ગણેશોત્સવમાં વિવિધ યુવક મંડળો દ્વારા વિવિધ થીમ ઉપર સમાજને સંદેશો આપતા ડેકોરેશન કરવામાં આવ્યા છે. જેમાં ગોત્રીના અંબિકાનગર યુવક મંડળ દ્વારા સમાજમાં કલંકરૂપ બની રહેલી બળાત્કારની ઘટનાઓ સામે જાગૃત થવાનો સંદેશો આપતુ ડેકોરેશન કરવામાં આવ્યું છે. ગણેશોત્સવનો પ્રારંભ હિંદુ સમાજને એકત્રિત કરવા માટે થયો હતો. હવે સમાજમાં બનતી કલંકિત ઘટનાઓ અને વર્ષ દરમિયાન બનતી સારી-ખરાબ ઘટનાઓને ગણેશોત્સવના માધ્યમથી રજૂ કરવામાં આવી રહી છે. આ વર્ષે શહેરમાં વિવિધ થીમ ઉપર રજૂ કરવામાં આવેલા ડેકોરેશનોમાં ગોત્રીના અંબિકાનગર યુવક મંડળ દ્વારા વર્તમાન સમયમાં બનતી બળાત્કારની અને તે પણ માસુમ બાળકીઓ ઉપર થતાં બળાત્કારની ઘટનાઓ ઉપર રજૂ કરાયેલા ડેકોરેશને ભારે આકર્ષણ જમાવ્યું છે.

 • Moradabad: Two girls were drown during Ganapati Visarjan 00:43
  સમાચાર

  મુરાદાબાદમાં ગણેશ-વિસર્જન સમયે બે યુવતી નદીમાં ડૂબી, રેસ્ક્યુનો વીડિયો

  નેશનલ ડેસ્કઃ દેશભરમાં અત્યારે ગણેશોત્સવ ચાલી રહ્યા છે. ત્યારે ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં ગણેશ વિસર્જન વખતે થયેલી એક દુર્ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. અહીં ગણેશ વિસર્જન વખતે બે યુવતીઓ નાહી રહી હતી. ત્યારે અચાનક બંને યુવતીઓ ડૂબવા લાગી. ત્યાં હાજર લોકોનું ઘટના પર ધ્યાન જતાં તેઓએ બંને મહિલાઓને તરત જ બચાવી લીધી હતી. આ મામલે તંત્ર પર પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.

 • Odisha: dog fights snake to save puppies 00:57
  સમાચાર

  ગલુડિયાંને બચાવવાં માટે માતાએ ઝેરીલા સાપનો હિંમતભેર સામનો કર્યો, વીડિયો વાઈરલ

  નેશનલ ડેસ્ક: ઓડિશાના ભદ્રક શહેરમાં પોતાનાં ગલુડિયાંને બચાવવા માટે માતાએ ઝેરીયા કોબ્રા સાથે લડાઈ કરી હતી. ઘર પાસેની સીડી નીચે માતા તેનાં સાત બચ્ચાં સાથે રહેતી હતી. એવામાં અચાનક સાપ ચડી આવ્યો હતો. સાપને જોતાં જ કૂતરી પોતાનાં ગલુડિયાંને બચાવવા માટે સાપ સામે ભસવા લાગી હતી. લગભગ 10 મિનિટ સુધી સાપ અને કૂતરી વચ્ચે લડાઈ ચાલી. આ દૃશ્ય જોતાં આસપાસથી લોકો પણ એકઠા થઈ ગયા હતા. તેઓએ રેસ્ક્યૂ ટીમને જાણ કરતાં ટીમ આવી પહોંચી હતી અને સાપને પકડી લીધો હતો. જોકે આ ઘટનામાં સાપે બે ગલુડિયાંને ડંસ મારતાં તેનાં સ્થળ પર જ મોત થયાં હતાં. પણ માતાએ પોતાનાં 5 ગલુડિયાંને બચાવી લીધાં હતાં.

  11K વ્યુઝ
 • gujarat government announcement double maintenance for accidental death of farmer 00:59
  સમાચાર

  નીતિનભાઈએ કોથળામાંથી બિલાડું કાઢ્યુંઃ ખેડૂતને 2 લાખની અકસ્માત સહાય લેવા માટે પહેલાં મરવું પડશે

  ગાંધીનગર: ગઈકાલે ધારાસભ્યો, મંત્રીઓના પગારમાં ધરખમ વધારો કર્યા બાદ આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ખેડૂતોને સહાય કરવાની જાહેરાત કરી હતી. સંવેદનશીલ સરકાર હોવાના ગાણાં ગાતી સરકારે ખેડૂતોને મરવા પર પરિવારજનોને એક લાખને બદલે 2 લાખ આપવાની જાહેરાત કરી હતી. ખેડૂતના પરિવારને સહાય કરવી હોય તો ખેડૂતે પહેલા મરવું પડે તેવી સરકારની જાહેરાત છે. સહાયને ડબલ કરી દેવામાં આવી છે.

  2K વ્યુઝ
 • God helped Siddharth Randaria to succeed in 'Lage Raho Gujjbhai'. 01:10
  સમાચાર

  'લગે રહો ગુજ્જુભાઈ'ની સફળતા માટે સિદ્ધાર્થ રાંદેરિયાને ભગવાને આ રીતે કરી હતી મદદ

  લગે રહો ગુજ્જુભાઈ હોય કે ગુજ્જુભાઈ સિરીઝનું કોઈ પણ નાટક લગભગ બધા નાટકો વખણાયા છે.આ નાટકોથી જ સિદ્ધાર્થ રાંદેરિયાને ગુજ્જુભાઈ જેવું હુલામાણું નામ મળ્યું છે.લગે રહો ગુજ્જુભાઈના અત્યાર સુધીમાં 750 જેટલા શો થયા છે જે નાટ્ય જગતની ઐતિહાસીક ઘટના મનાય છે.જોકે બહું ઓછા લોકોને ખબર છે કે આ નાટક જે નાટક પરથી બન્યું છે તે મૂળ મરાઠી નાટક ફ્લોપ સાબિત થયું હતું.

 • PM narendra modi takes metro ride in delhi 01:26
  સમાચાર

  IICCની આધારશિલા મૂકવા મેટ્રોની મુસાફરી કરી પહોંચ્યા મોદી, મુસાફરોએ લીધી સેલ્ફી

  નવી દિલ્હીઃ ઈન્ટરનવેશનલ કન્વેશન એન્ડ એક્સ્પો સેન્ટરની આધારશિલા રાખવા માટે પીએમ મોદીએ ફરી એક વખત દિલ્હી મેટ્રોની સવારી કરી. વડાપ્રધાને ધૌલા કુંવાથી દ્વારકા સુધીની આ યાત્રા દિલ્હી મેટ્રોમાં કરી. PM મોદી જે IICC સેન્ટરની આધારશિલા રાખવા પહોંચ્યા તે 11 હજાર લોકોની ક્ષમતાવાળું છે. જે દ્વારકાના સેકટર 25માં સ્થિત છે. આ દરમિયાન વડાપ્રધાને સામાન્ય લોકો સાથે મુસાફરી કરી. સમગ્ર યાત્રા દરમિયાન લોકો પીએમની સાથે સેલ્ફી લેતાં જોવા મળ્યા. તેમજ કેટલાંક લોકોએ વડાપ્રધાન સાથે હાથ પણ મિલાવ્યા હતા.

  4K વ્યુઝ
વધુ વીડિયો

અત્યારે ટ્રેન્ડમાં

 1. ગલુડિયાંને બચાવવાં માટે માતાએ ઝેરીલા સાપનો હિંમતભેર સામનો કર્યો, વીડિયો વાઈરલ 00:57

  ગલુડિયાંને બચાવવાં માટે માતાએ ઝેરીલા સાપનો હિંમતભેર સામનો કર્યો, વીડિયો વાઈરલ

 2. મોરારિબાપુની સાદગીઃ તણસા ગામથી ભાવનગર સુધી કરી બસમાં મુસાફરી 00:41

  મોરારિબાપુની સાદગીઃ તણસા ગામથી ભાવનગર સુધી કરી બસમાં મુસાફરી

 3. સામાન્ય ખેડૂતે ભંગારની બાઈકમાંથી બનાવ્યું 'થ્રેસર', ધોકા મારવાથી મળશે મુક્તિ 00:33

  સામાન્ય ખેડૂતે ભંગારની બાઈકમાંથી બનાવ્યું 'થ્રેસર', ધોકા મારવાથી મળશે મુક્તિ

 4. રાત્રે અચાનક ઉઠીને રડવા લાગતી 7 મહિનાની બાળકી, માતાને નહોતી સમજાતી આખી વાત 01:07

  રાત્રે અચાનક ઉઠીને રડવા લાગતી 7 મહિનાની બાળકી, માતાને નહોતી સમજાતી આખી વાત

 5. Making: કેમેરા પાછળ રજનિકાંત આ રીતે બને છે ચિટ્ટી, અક્ષયે મેકઅપથી મેળવ્યો છે ડેન્જરસ લૂક 01:42

  Making: કેમેરા પાછળ રજનિકાંત આ રીતે બને છે ચિટ્ટી, અક્ષયે મેકઅપથી મેળવ્યો છે ડેન્જરસ લૂક

TOP