રાજકોટમાં 124 બાળકોના મોત બાદ એક રાતમાં જ વધુ 4 બાળકો મોતને ભેટ્યા

Jan 07,2020 2:50 PM IST

રાજકોટ: રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવેલી કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં ડિસેમ્બર મહિનામાં 111 બાળકોના મોત નીપજ્યા હતા. ત્યારબાદ જાન્યુઆરી મહિનાના પ્રથમ પાંચ દિવસમાં વધુ 13 બાળકોના મોત નીપજ્યા હતા. જ્યારે છેલ્લી એક રાતની અંદર વધુ 4 બાળકો મોતને ભેટ્યા છે. અને વધુ બે બાળકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આથી બાળકોના મોતનો સિલસિલો યથાવત છે. કોઇ અઇચ્છનીય બનાવ ન બને તે માટે હોસ્પિટલની બહાર પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મીડિયાને અંદર જવા દેવામાં આવતું નથી તેમજ બાળકોના મોત અંગેની માહિતી છૂપાવવામાં આવી રહી છે. સત્તાધિશો બે બાળકોના મોત થયાનું કહે છે પરંતુ સુત્રોમાંથી જાણવા મળતી વિગત પ્રમાણે ચારના મોત થયા છે.