વિદ્યાર્થીનીને કિડનેપ કરવા શાળામાં ગયેલા બદમાશોને ઝડપ્યા ભીડે, લાકડી-ધોકાથી ત્યાં જ મારી નાખ્યા

Sep 08,2018 12:59 PM IST

એક બાજુ સુપ્રીમ કોર્ટ પણ જે તે રાજ્ય સરકારો પર ભીડ દ્વારા કાયદો હાથમાં લઈને કરાતી હત્યાઓ મામલે સખ્ત વલણ અપનાવવામાં આવી રહ્યું છે તો સામે અનેક રાજ્યોમાં હજુ વધુને વધુ મૉબ લિંચિંગની ઘટનાઓ સામે આવી રહી છે. બિહારમાં આવેલા બેગુસરાયમાં તો જાણે કાયદો કે વ્યવસ્થાનું નામ જ ના હોય તેમ 3 બદમાશોને જનતાએ જ જાહેરમાં મારી નાખ્યા હતા. આ ત્રણ મૃતકો ત્યાંની એક શાળામાં ભણતી યુવતીને ઊઠાવી જવા માટે છેક શાળામાં પહોંચી ગયા હતા. ત્યાં જઈને તેમણે એક શિક્ષિકાને પિસ્તોલ બતાવીને અપહરણનો પ્રયત્ન કર્યો હતો જ્યાં વધુ હંગામો થતાં જ લોકો ભેગા થવા લાગ્યા હતા. વાત વધુ વણસતા કેટલાક ગ્રામીણો તો હાથમાં લાકડી અને ધોકા સાથે એ બદમાશોને ત્યાં જ મારી નાખ્યા હતા, આ સમગ્ર ઘટનામાં એક આરોપી ભાગવામાં સફળ પણ રહ્યો હતો.