પારુલકાંડ: દુષ્કર્મ અંગે જયેશ પટેલે માફી માગી, વીડિયો વાયરલ

Jun 21,2016 12:52 PM IST

વડોદરાની પારુલ યુનિવર્સિટીમાં દુષ્કર્મકાંડમાં ફસાયેલા જયેશ પટેલ પર ગાળિયો કસાઈ રહ્યો છે. જયેશ પટેલનો એક વીડિયો બહાર આવ્યો છે. જેમાં તેઓ સમગ્ર ઘટના અંગે માફી માગતા નજરે ચડે છે. આડકતરી રીતે તેઓ દુષ્કર્મની વાતને સમર્થન આપતાં પણ દેખાય છે. દુષ્કર્મ પ્રકરણમાં કોઇ દબાણને વશ થઇ ફરિયાદી કે સાક્ષીઓ જુબાની બદલી નાખે નહિ તે માટે નિર્ભયા સહિત 4 વિદ્યાર્થિનીઓના મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન લેવાયા છે. પારુલ યુનિવર્સિટીની નર્સિંગની વિદ્યાર્થિની પર પ્રમુખ ડો. જયેશ પટેલે દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ થતાં રાજકિય ક્ષેત્રે હડકંપ મચી ગયો છે.