શિયાળુ સત્ર / સરકારે બોલાવેલી સર્વપક્ષીય બેઠકમાં 27 રાજકીય પક્ષ હાજર

Nov 17,2019 8:10 PM IST

શિયાળું સત્રના એક દિવસ પહેલા રવિવારે સંસદની લાઈબ્રેરી બિલ્ડિંગમાં તમામ પક્ષોની બેઠક બોલાવવામાં આવી. બેઠકની અધ્યક્ષતા સંસદીય મામલાઓના મંત્રી પ્રહલાદ જોશીએ કરી. તેમાં 27 પક્ષોના પ્રતિનિધિઓ સામેલ થયા. બેઠકમાં વિપક્ષે નેશનલ કોન્ફોરન્સના નેતા ફારુક અબ્દુલ્લાની ધરપકડનો મુદ્દો ઉઠાવ્યો અને તેમને સત્રમાં સામેલ કરવા માટેની પરવાનગી આપવાની માંગ કરી. પ્રહલાદ જોશીએ કહ્યું કે વડાપ્રધાને આશ્વાસન આપ્યું છે કે સરકાર નિયમોને અનુરૂપ અને સંસદીય કાર્યપ્રણાલી મુજબ તમામ મુદ્દાઓની ચર્ચા કરવા તૈયાર છે. સંસદનું શિયાળું સત્ર 18 નવેમ્બરથી 13 ડિસેમ્બર સુધી ચાલશે.