• Home
  • Gujarati Videos
  • News
  • 26 years later again the gathering of Hindu organizations in Ayodhya, Uddhav thackeray will meet saints

અયોધ્યામાં 26 વર્ષ પછી ફરી હિન્દુ સંગઠનોનો જમાવડો, રાજકારણમાં ગરમાવો, અયોધ્યા શાંત

Nov 24,2018 12:15 PM IST

અયોધ્યા: શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આજે અયોધ્યા પહોંચવાના છે. પાર્ટીના કાર્યકર્તાઓને લાવવા માટે 2 સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉદ્ધવ શનિવારે લક્ષ્મણ કિલ્લામાં સંતો સાથે મુલાકાત કરશે અને આ સિવાય સાંજે સરયુ નદીની આરતીમાં સામેલ થશે. રવિવારે સવારે રામ લલ્લા દર્શનનો કાર્યક્રમ છે. આ દિવસે અયોધ્યામાં ધર્મ સભા બોલાવવામાં આવી છે. વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય સંગઠન આ ધર્મસભાનો ભાગ બનશે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પહેલીવાર આ સભાને ખુલ્લુ સમર્થન આપ્યું છે અને મેનેજમેન્ટની જવાબદારી પણ સંભાળી છે. રામ મંદિર મુદ્દે 1992 પછી ફરી એક વાર અયોધ્યામાં હિન્દુ સંગઠન ભેગા થઈ રહ્યા છે. રાજકારણમાં ગરમાવો આવી ગયો છે પરંતુ અયોધ્યા શાંત જોવા મળી રહી છે. રામ મંદિર વિવાદથી જોડાયેલા લોકો કહે છે- અમને ડર નથી, 1992 જેવું કશું જ નહીં થાય.