• Home
  • Gujarati Videos
  • News
  • 24 year old biochemist wins Miss America 2020 title using chemistry on stage, wearing a lab coat and reaching on the stage

મિસ અમેરિકા 2020 / બાયોકેમિસ્ટે સ્ટેજ પર કેમિસ્ટ્રીનો પ્રયોગ કરીને ખિતાબ જીત્યો, લેબ કોટ પહેરીને સ્ટેજ પર પહોંચી

Dec 21,2019 2:44 PM IST

મિસ અમેરિકા 2020નો ખિતાબ અમેરિકાના વર્જિનિયાની રહેવાસી એક બાયોકેમિસ્ટ કેમિલી શ્રિયરએ જીતી લીધો છે. કેમિલીએ 50 મહિલાને હરાવી આ સ્પર્ધા જીતી. મિસ અમેરિકાની છેલ્લી ચેલેન્જમાં સ્પર્ધકોએ તેમની છૂપી પ્રતિભા બતાવવાની હતી. 24 વર્ષની કેમિલી લેબ કોટ પહેરીને સ્ટેજ પર પહોંચી અને જજોને સ્ટેજ પર જ કેમિસ્ટ્રીનો પ્રયોગ કરી બતાવ્યો. કેમિલીએ કહ્યું કે તે ‘વુમન આૅફ સાયન્સ’; બનીને મિસ અમેરિકાના તાજ સાથે જોડાયેલી વ્યાપક માન્યતા તોડવા માગતી હતી. સતત બીજા વર્ષે એવું થયું કે આ સ્પર્ધામાં ભાગ લેનારી મહિલાઓને એ આધારે પસંદ ન કરાઇ કે તેઓ સ્વિમિંગ કોસ્ચ્યૂમ કે ઇવનિંગ ગાઉનમાં કેવી દેખાય છે? આ સ્પર્ધા જીતવા પર કેમિલીને 36 લાખ રૂ. સ્કોલરશિપ અને મિસ અમેરિકાની ‘નોકરી’; મળશે. આ પદ માટે તેને એક વર્ષ સુધી મહેનતાણું મળશે, જેથી તે પદનો ઉપયોગ સમાજ પર પ્રભાવ પાડવા માટે કરી શકે, લોકોને સારા કામ કરવા પ્રેરિત કરી શકે.