નવા વિડિઓ

 • રાજકોટઃ 8 વર્ષના બાળકને ડૂમો આપી હત્યા કરવાનો મામલો, પોલીસે આરોપી પાસેથી કરાવ્યું રિકન્સ્ટ્રક્શન 00:34

  રાજકોટઃ 8 વર્ષના બાળકને ડૂમો આપી હત્યા કરવાનો મામલો, પોલીસે આરોપી પાસેથી કરાવ્યું રિકન્સ્ટ્રક્શન

 • ગોંડલ જૈન સંસ્કાર સ્કૂલના શિક્ષકે LKGના ર્વિદ્યાર્થી પર સ્કૂલબસમાં સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું 00:43

  ગોંડલ જૈન સંસ્કાર સ્કૂલના શિક્ષકે LKGના ર્વિદ્યાર્થી પર સ્કૂલબસમાં સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું

 • ગટર ખોદવા જતાં બે માળનું મકાન પત્તાની જેમ ધસી પડ્યું 00:32

  ગટર ખોદવા જતાં બે માળનું મકાન પત્તાની જેમ ધસી પડ્યું

 • પ્રિન્સ હેરીએ પાર્ટીમાં ચોર્યું સમોસું, 13 સેકન્ડનો વીડિયો વાયરલ 00:41

  પ્રિન્સ હેરીએ પાર્ટીમાં ચોર્યું સમોસું, 13 સેકન્ડનો વીડિયો વાયરલ

 • Nature drawing and coloring for kids easy / scenery drawing for kids 20:28

  Nature drawing and coloring for kids easy / scenery drawing for kids

 • 2 inch rain fall in rajkot area and saurashtra many area Cover રાજકોટ પંથકમા બે ઇંચ, અમરેલીમાં ધોધમાર, સૌરાષ્ટ્રમાં મેઘરજા વરસી પડ્યા 01:18
  સમાચાર

  રાજકોટ પંથકમાં ભારે વરસાદઃ દેવકીગાલોળમા 8 કલાકમાં 8 ઈચ

  રાજકોટ: સૌરાષ્ટ્રમાં આજે સવારથી વાદળછાયું વાતવરણ છવાયું હતું. બપોર પછી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા લોકોએ રાહત અનુભવી હતી. રાજકોટમા ધીમી ધારે તો જિલ્લામાં શાપર, ગોંડલ સુધી ધોધમાર વરસાદ વરસી પડ્યો હતો. અમરેલીમા પણ ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. જેતપુર પંથકના દેવકીગાલોળમાં 8 કલાકમાં 8 ઈંચ વરસાદ પડ્યો હતો. રાજકોટ પંથકમા બે ઇંચ, ખેડૂતો થયા ખુશ રાજકોટ જિલ્લામા શાપર વેરાવળ, રિબડા, ગોંડલ તાલુકાના અમુક વિસ્તારમા મેઘરાજાએ પઘરામણી કરી હતી. એક કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ વરસી જતા ખેતરો પાણી પાણી થઇ ગયા હતા અને ખેડૂતો પણ ખુશખુશાલ થઇ ગયા હતા. આગામી 48 કલાકમા દરિયાકિનારાના વિસ્તારો સહિત સૌરાષ્ટ્રમાં ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ પડવાની આગાહી છે. રાજકોટમા બે દિવસથી સૂર્યનારાયણના દર્શન થયા નથી. પરંતુ વરસાદ મન મૂકીને વરસતો પણ નથી. રાજકોટ ઉપરાંત જસદણ, આટકોટ, કોટડાસાંગાણી પંથકમાં પણ ધોધમાર વરસાદ પડ્યાના સમાચાર મળી રહ્યા છે. ગોંડલ તાલુકાના મોટી મેંગણી ગામ પાસે આવેલો મોતીસર ડેમ ઓવરફ્લો ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે મોતીસર ડેમ ઓવરફ્લો થયો છે. મોતીસર ડેમનું પાણી સિંચાઈ માટે 15 થી 20 ગામમાં ઉપયોગમાં લેવાઈ છે. સારા વરસાદના કારણે ખેડુતોએ રાહતનો શ્વાસ લીધો છે. વરસાદના કારણે ખેતીમાં ઉપજ સારી આવશે એ આશાએ ખેડુતોમાં ખુશી જોવા મળી રહી છે. અમરેલીના મોટા ભાગના વિસ્તારોમાં એકથી દોઢ ઇંચ અમરેલી જિલ્લામાં મેઘરાજા આજે પાંચમાં દિવસે પણ વરસી પડ્યા હતા. અમરેલી, સાવરકુંડલા, બાબરા, જાફરાબાદ, લીલીયા, વડિયા બગસરામાં વરસાદ ધોધમાર વરસાદ પડતા એકથી દોઢ ઇંચ નોંધાયો હતો. અમરેલી જિલ્લાના 7 તાલુકા મથકો પર ધીમીધારે વરસાદ ચાલુ છે. અમરેલી જિલ્લામાં સવારથી બપોરના 2 વાગ્યા સુધીમાં વરસેલો વરસાદ અમરેલી-33 મી.મી. બાબરા-15 મી.મી. જાફરાબાદ-27 મી.મી. લીલીયા-22 મી.મી. સાવરકુંડલા-27 મી.મી. વડિયા-25 મી.મી. બગસરા-15 મી.મી. ધારીના ખાડિયા વિસ્તારમાં ઇલેક્ટ્રીક શોકથી 2 બળદના મોત, ખેડૂતનો બચાવ જાફરાબાદ તાલુકાના હેમાવ છેલાણ સહિતના ગામોમાં મૂશળધાર 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. આથી ખેતરો પાણીથી ઉભરાયા છે. નેશનલ હાઇવે ઉંચો લેવાતા વાડીએ રહેતા ખેડૂતોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા. આથી ખેડૂતોમાં રોષ વ્યાપી ગયો હતો. ધારીનાખાડિયા વિસ્તારમાં ઇલેક્ટ્રીક શોકથી 2 બળદના મોત નીપજ્યા હતા જ્યારે ખેડૂતનો આબાદ બચાવ થયો હતો. દીવમાં ધોધમાર વરસાદ, કાપડ બજાર ફેરવાયું બેટમાં ઉના બાદ પ્રવાસન સ્થળ દીવમાં ધોધમાર વરસાદ પડતા રસ્તાઓ નદીમાં ફેરવાયા હતા. બજારોમાં ગોઠણ ડૂબ પાણી ભરાતા દીવ બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. દીવની કાપડ બજાર બેટમાં ફેરવાયું હતું. ઉના: 4 કલાકમાં 6 ઇંચ વરસાદ, હાઇ ટાઇડના કારણે ઘરોમાં ઘૂસ્યા પાણી

  6K વ્યુઝ
 • Police recaptured the incident to the murderer in Rajkot 00:34
  સમાચાર

  રાજકોટઃ 8 વર્ષના બાળકને ડૂમો આપી હત્યા કરવાનો મામલો, પોલીસે આરોપી પાસેથી કરાવ્યું રિકન્સ્ટ્રક્શન

  રાજકોટ: શહેરના સોરઠિયાવાડી સર્કલ નજીક રૂમમાં 8 વર્ષના બાળકની ડૂમો દઇ હત્યા કરનાર આરોપી પાસે પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવી આરોપી વિરુધ્ધ સાંયોગિક પુરાવા ઊભા કર્યા હતા. બાળકને રૂમમાં લઇ ગયો, કેવી રીતે ડૂમો દીધો, લાશ કોથળામાં કેવી રીતે પેક કરી, બાઇકમાં રાખી ફેંકવા ગયો સહિતની ઘટના આરોપીએ પોલીસ સમક્ષ કરી બતાવી હતી.

 • Gondal Jain Sanskar School teacher physically abuse LKG students in school bus 00:43
  સમાચાર

  ગોંડલ જૈન સંસ્કાર સ્કૂલના શિક્ષકે LKGના ર્વિદ્યાર્થી પર સ્કૂલબસમાં સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું

  ગોંડલ: ગોંડલના કુંભારવાડા ખાતે આવેલા જૈન સંસ્કાર સ્કૂલના શિક્ષકે એલકેજીના વિદ્યાર્થી પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે. વિદ્યાર્થીને વધુ સારવાર માટે રાત્રે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવા તજવીજ શરૂ કરી હતી. શહેરના મધ્ય વિસ્તારમાં આવેલા અને જાણીતા પરિવારનો ચાર વર્ષનો માસૂમ પુત્ર નિયત ક્રમ મુજબ કુંભારવાડા ખાતે આવેલા જૈન સંસ્કાર સ્કૂલના એલકેજી ક્લાસ પહોંચ્યો હતો. દરમિયાન સવારના 10:30 કલાકના સુમારે એક શિક્ષક તેનો હાથ પકડી સ્કૂલ બસમાં લઇ ગયો હતો અને અસંસ્કારી એવું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યુ હતું. માસૂમ બાળકને પીડા થતી હોય બપોરના સુમારે ઘરે પહોંચતા પીડાની વાત તેના માતા-પિતાને કરી હતી. સઘળી ઘટના તેના માતા-પિતાને જ જણાવતા તેઓ પણ કંપી ઉઠ્યા હતા. સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. સિટી પોલીસ ઇન્સ્પેક્ટર રામાનુજ પી.એસ.આઇ. સહિતનો કાફલો જૈન સ્કૂલ પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.

 • અમદાવાદના સરસપુરમાં ગણેશ પંડાલમાં કાકા જુમી ઉઠ્યા 01:03
  સમાચાર

  અમદાવાદના સરસપુરમાં ગણેશ પંડાલમાં કાકા જુમી ઉઠ્યા

  Kaka wakes up in Ganesh Pandal in Ahmedabad, Ahmedabad. AHMADABAD #NEWS ..

 • Truck Loses Control and Crashing into People 01:06
  સમાચાર

  કાબૂ ગુમાવતાં ટ્રકે ત્રણ લોકો અને આઠ વાહનોને ઉલાળ્યાં, એક માણસ ફંગોળાઇને કેનાલમાં પડ્યો

  લોકેશનઃ મહારાષ્ટ્ર ટ્રક ડ્રાઇવરે કન્ટ્રોલ ગુમાવતા થયો ગંભીર અકસ્માત. ટ્રક સ્પીડમાં પલટી ખાઇ જતા એટલો ઘસડાયો કે રોડ સાઇડ ઉભેલા બે અને એક ચાલી રહેલી વ્યક્તિને એડફેટે લીધા. એટલું જ નહીં સાથે સાથે આઠ વ્હીકલને પણે ટ્રકે ફંગોળી કાઢ્યા હતા. આ ઘટનામાં એક વ્યક્તિ ટ્રક સાથે અથડાતા સીધો કેનાલમાં પડ્યો હતો. ઘટના મહારાષ્ટ્રના ચંદ્રપુર શહેરની છે.

  3K વ્યુઝ
 • 9 lion reached revenue area for hunt found into gir forest 01:19
  સમાચાર

  ગીરનું જંગલ છોડી 9 સાવજો શિકારની શોધમાં આવી ચડ્યા રેવન્યુ વિસ્તારમાં, વીડિયો વાઈરલ

  ગીરસોમનાથ: ગીરના જંગલમાં શિકાર ન મળતો હોઈ સિંહો શિકારની શોધમાં ઘણી વાર રેવન્યુ વિસ્તારમાં આવી ચડતા હોય છે. ત્યારે એક કે બે નહીં પણ એકસાથે 9 સાવજોનું ટોળું શિકારની શોધમાં ગીરનું જંગલ છોડી રેવન્યુ વિસ્તારમાં આવી ચડ્યા હોઈ તેવો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં 9 સિંહો ખેડૂતના ખેતરમાંથી પસાર થઈ રહ્યા હોય તેવાં દૃશ્યો ખેડૂતે પોતાના મોબાઇલમાં વીડિયોમાં કેદ કરી સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કર્યો છે. તેમજ આ ગામ ગીરપંથકનું હોય તેવું જાણવા મળ્યું છે. વીડિયોમાં ગીર જંગલનો નામાંકિત જાંબો સિંહ પણ કેમેરામાં કેદ થયો છે.

  3K વ્યુઝ
 • farmer suicide by Fear of failure of crop in vavadi village of dhari 00:41
  સમાચાર

  ધારીના વાવડી ગામના ખેડૂતે ઝેરી દવા ગટગટાવી, પાક નિષ્ફળ જવાની બીકે કર્યો આપઘાત

  અમરેલી: અમરેલી જિલ્લાના ધારી તાલુકાના વાવડી ગામે પાક નિષ્ફળ જવાના ડરથી અનકભાઇ ગભરુભાઇ જેબલિયા (ઉ.35) નામના ખેડૂતે ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે. છેલ્લા ત્રણ વર્ષથી ખેતીમાં ઉત્પાદન નબળું આવતું હોવાથી હિંમત હારી આપઘાત કરી લીધો હોવાનું પિતરાઇભાઇએ પોલીસને જણાવ્યું હતું. પોલીસે ખેડૂતનો મૃતદેહને પીએમ માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

 • Mumbai: 8 Year old girl dies after falling from 3rd floor 00:43
  સમાચાર

  મુંબઈઃ બાલ્કનીમાં સ્ટૂલ પર ઊભેલી બાળકી ત્રીજા માળેથી નીચે પડી, જુઓ શૉકિંગ CCTV

  મુંબઈઃ મુંબઈના ભીવંડી વિસ્તારમાં એક દુર્ઘટના બની હતી. બાલ્કનીમાં સ્ટૂલ પર ઊભી ઊભી એક આઠ વર્ષની બાળકી નીચે જોઈ રહી હતી. દરમિયાન તેણીએ બેલેન્સ ગુમાવતાં છેક ત્રીજા માળેથી નીચે પટકાઈ હતી. આ ઘટના બાદ આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને બાળકીને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જોકે સારવાર દરમિયાન બાળકીનું કરુણ મોત થયું હતું. આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

  4K વ્યુઝ
 • Bull climbed on the roof of terrace 01:19
  સમાચાર

  બંધ કારખાનાના છાપરે ચડી ગયો આખલો, નીચે ઉતારવામાં મૂક્યો જીવ જોખમમાં

  ઉત્તર પ્રદેશના સંભલમાં એક આખલો વર્ષોથી બંધ પડેલ કારખાનાના છાપરા પાર ચઢી ગયો હતો. આ આખલાને આટલે ઉપર જોઈને આજુબાજુના લોકોના જીવ પણ તાળવે ચોંટી ગયા હતા. તેને નીચે ઉતારવા માટેનો એક માત્ર વિકલ્પ હતો કે કોઈ વ્યક્તિએ ત્યાં ઉપર જઈને તેને નીચે લાવવો. આ જોખમી રસ્તો હતો છતાં પણ એક વ્યક્તિએ આખલાને બચાવવા માટે અખત્યાર કર્યો હતો. જો કે એટલું આસાન પણ નહોતું જ કેમ કે આ છાપરા પરથી નીચે લાવવા માટે તે વ્યક્તિને પણ આખલાના ભેટા ખાવા પડ્યા હતા.

 • Three drunk men amazingly escape with minor injuries when their motorbike is crushed in head-on collision with a bus in India 00:49
  સમાચાર

  ચિક્કાર દારૂ પીને ત્રણ લોકો બાઇક પર નીકળ્યા, બસ ન દેખાતાં થયો અકસ્માત

  બસ અને બાઇક વચ્ચે થયો ગંભીર અકસ્માત. પૂરપાટ ઝડપે આવતો બાઇકચાલક સીધો જ બસ સાથે અથડાયો. જોકે વાંક પણ બાઇક ચલાવનારનો હતો. એક બાઇક ઉપર ત્રણ સવાર હતા ઉપરાંત ત્રણેય લોકોએ ચિક્કાર દારૂ પીધો હતો. વળાંક પર સામેથી આવતી બસ ના દેખાતા ત્રણેય લોકો બસ સાથે અથડાયા. અકસ્માત જોતાં એવુ લાગી રહ્યું હતું કે ત્રણમાંથી એક પણ જીવીત નહીં હોય પરંતુ સદનસીબે ત્રણેય લોકોનો આબાદ બચાવ થયો હતો. સમગ્ર ઘટનાના CCTV તામિલનાડુ મદુરાય શહેરના છે.

  3K વ્યુઝ
 • The police men beaten a man on road 00:49
  સમાચાર

  પોલીસે વૃદ્ધને નિર્દયતાથી ઢસડીને ઢોર માર માર્યો, પોલીસ સ્ટેશનમાં પણ માર્યા પટ્ટા

  ઉત્તરપ્રદેશના પોલીસકર્મીનો એક વીડિયો વાઈરલ થયો છે. રેલવે સ્ટેશનની બહાર વૃદ્ધ મજૂર પર પોલીસવાળાએ રોફ જમાવ્યો હતો. એટલું જ નહીં પેડલ સાઈકલ લઈને મજૂરીકામ કરતા વૃદ્ધને બેરહેમીથી માર માર્યો હતો. વૃદ્ધને ખેંચી પ્રથમ ધક્કો માર્યો હતો અને બાદમાં મારતો મારતો પોલીસ સ્ટેશનમાં લઈ ગયો હતો. નવાઈની વાત એ છે કે પોલીસવાળો વૃદ્ધને લાકડીથી બેરહેમીથી ફટકારતો હતો અને અન્ય લોકો જોઈ રહ્યા હતા. પણ કોઈએ પોલીસવાળાને રોક્યો નહીં. ત્યાં હાજર એક વ્યક્તિને આ વીડિયો ઉતારી વાઈરલ કરી દીધો હતો.

  2K વ્યુઝ
વધુ વીડિયો

અત્યારે ટ્રેન્ડમાં

 1. અંબાજીના મેળામાં યલો ટોપ અને બ્લેક જીન્સના ઈન્ડો-વેસ્ટર્ન આઉટફિટમાં કિંજલ દવેનો સ્ટનિંગ લૂક 02:00

  અંબાજીના મેળામાં યલો ટોપ અને બ્લેક જીન્સના ઈન્ડો-વેસ્ટર્ન આઉટફિટમાં કિંજલ દવેનો સ્ટનિંગ લૂક

 2. ઈટલીના ચર્ચમાં અંબાણી લેડિઝની એન્ટ્રી, વન પીસમાં નીતા અંબાણી લાગ્યા ગોર્જિયસ 00:56

  ઈટલીના ચર્ચમાં અંબાણી લેડિઝની એન્ટ્રી, વન પીસમાં નીતા અંબાણી લાગ્યા ગોર્જિયસ

 3. પત્નીએ કિસ કરવાના બહાને પતિની જીભ કાપી નાખી, જીભ કપાઈને નીચે પડી ગઈ 00:50

  પત્નીએ કિસ કરવાના બહાને પતિની જીભ કાપી નાખી, જીભ કપાઈને નીચે પડી ગઈ

 4. ખેતરમાં એકલી જોઈને યુવતીની કરી છેડતી, આનાકાની કરતાં જ યુવકે માર મારીને બનાવ્યો વીડિયો 00:47

  ખેતરમાં એકલી જોઈને યુવતીની કરી છેડતી, આનાકાની કરતાં જ યુવકે માર મારીને બનાવ્યો વીડિયો

 5. લો હવે કાલાંમાંથી રૂ ખેંચવાનું મશીન પણ આવી ગયું, ઓટોમેટિક ભરાઈ જાય છે ફાંટ 00:52

  લો હવે કાલાંમાંથી રૂ ખેંચવાનું મશીન પણ આવી ગયું, ઓટોમેટિક ભરાઈ જાય છે ફાંટ

TOP