• Home
  • Gujarati Videos
  • News
  • 12 years old boy drives makes accident and clash 15 vehicles in ishanpur area of ahmedabad

અમદાવાદ / ઈસનપુરમાં 12 વર્ષીય સગીરે કાર ચલાવી 15 વાહનોને અડફેટે લીધા

Oct 13,2019 7:28 PM IST

અમદાવાદ: શહેરના ઈસનપુર વિસ્તારમાં આજે રવિવારે સાડા અગિયાર વાગ્યે એક બેકાબૂ કારે 15 જેટલા વાહનોને અડફેટે લીધા હતા. કારને એક 12 વર્ષીય સગીર ચલાવતો હોવાનું બહાર આવ્યું છે. અકસ્માતમાં 3 લોકોને સામાન્ય ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. જ્યારે પોલીસે અકસ્માતગ્રસ્તને કબજામાં લઈ લીધી છે અને કાર ચલાવનાર સગીરની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.