ગીરઃ એક સાથે 10 સિંહ રોડ પર ઊતરી આવ્યા, મસ્તીના મૂડમાં જોવા મળ્યા વનરાજ

Dec 06,2018 2:44 PM IST

અમરેલી: ધારી અને ગીર વિસ્તારમાં સિંહોનો વસવાટ છે. ઘણી વાર આ વિસ્તારમાં ગીર જંગલમાંથી સિંહો રસ્તા પર આવી જતાં હોય છે. અવારનવાર લોકોને અનાયાસે સિંહદર્શન થઈ જતાં હોય છે. ત્યારે સોશિયલ મીડિયામાં ફરી વાર એક સાથે 10 જેટલા સિંહ દેખાયા હોવાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. ધારી-ગીર વિસ્તારમાં રસ્તામાં સિંહ પરિવાર મસ્તીના મૂડમાં જોવા મળ્યો હતો. સિંહ રોડ પર આરામ ફરમાવી રહ્યા હતા. સિંહને જોતાં જ સામસામેથી આવતાં વાહનો પણ થંભી ગયા હતા. એક કારચાલકે મોબાઈલમાં આ સિંહોને કેદ કરી દીધા હતા. આટલી નજીકથી આટલા બધા સિંહ જોઈ લોકો પણ રોમાંચિત થઈ ગયા હતા.