અમરેલી SBIમાં તસ્કરોનો તરખાટ, આઠમની રાતે 1 કરોડથી વધુનો હાથફેરો

Sep 04,2018 6:18 PM IST

અમરેલી: શહેરમાં ગઇકાલે એક તરફ જન્માષ્ટમીના તહેવારની ઉજવણી થઇ રહી હતી. તો બીજી તરફ એસબીઆઇ બેંકમાં રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. બેંકમાંથી તસ્કરોએ 1 કરોડ 34 લાખની ચોરી કરી હોવાની આશંકા છે. ચોરીની માહિતી મળતા એલસીબી સહિતનો પોલીસ કાફલો બેંક દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં તસ્કરો બેંકની પાછળની સાઇડ આવેલા મકાનની દીવાલ તોડી અંદર આવ્યાનું બહાર આવ્યું છે. ઘટનાને પગલે જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાય પણ દોડી આવ્યા છે.