ખેડૂતની ગજબની કોઠાસૂઝ, પિયત સાથે ખાતરનો શોધ્યો જુગાડ, ધોરિયામાં મૂકી ઓટોમેટિક ઓરણી

Dec 14,2018 10:47 PM IST

વીડિયો ડેસ્કઃ ખેડૂતો ભલે સામાન્ય કહેવાય પણ તેમની કોઠાસૂઝ ગજબની હોય છે. આવી જ કોઠાસૂઝ બતાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. વીડિયો કોઈ ખેતરનો છે, જ્યાં શેરડીમાં પિયત થઈ રહ્યું છે. આ પિયતની સાથે ખાતર પણ અપાઈ રહ્યું છે. આ માટે ખેડૂતે ઓટોમેટિક ઓરણીને ધોરિયામાં મૂકી દીધી છે. ઓરણી એવી રીતે મૂકવામાં આવી છે કે, તેનું નીચેનું ચક્ર બરાબર ધોરિયામાં રહે. પાણીના પ્રવાહથી આ ચક્ર ફરતું રહે છે અને ચક્ર ફરતા ખાતર પાણીમાં પડતું રહે છે. આ રીતે એક જ સરખું ખાતર પડતું રહે છે. જો ધોરિયામાં પાણી બંધ થઈ જાય તો ઓટોમેટિક ચક્ર ફરતું બંધ થઈ જાય છે અને ખાતર પડતું બંધ થઈ જાય છે.