ભવ્ય પ્રિ-વેડીંગ / આકાશ અંબાણી અને શ્લોકા મહેતાનાં લેવિશ પ્રિ-વેડિંગની Unseen તસવીરો સામે આવી

Apr 05,2019 7:50 PM IST

આકાશ અંબાણી અને શ્લોકા મહેતાનાં વેડિંગ ફેસ્ટિવિટીઝનાં અનસીન ફોટો સામે આવ્યાં છે. મુંબઈમાં લગ્ન પહેલાં સ્વિત્ઝરલેન્ડમાં કપલની પ્રિ-વેડિંગ પાર્ટી રાખવામાં આવી હતી. સેન્ટ મોરિત્ઝમાં યોજાયેલી આ ધમાકેદાર પાર્ટીમાં બોલિવૂડનાં નામાંકિત સિતારાઓએ હાજરી આપી હતી. આકાશ અંબાણી અને શ્લોકા મહેતાનાં પ્રિ-વેડિંગની Unseen તસવીરો સામે આવી છે. તો સાથે રાધિકા મર્ચન્ટનો પણ લેટેસ્ટ ફોટો સામે આવ્યો છે. જેમાં તે અબૂ જાનીએ તૈયાર કરેલાં રેડ કલરનાં લહેંગામાં જોવા મળી હતી. તો એક ફોટામાં રાધિકા બ્લૂ ઓફ શોલ્ડર થાઈ સ્લિટ ગાઉનમાં જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે, રાધિકા મર્ચન્ટને અનંત અંબાણીની ગર્લફ્રેન્ડ માનવામાં આવે છે.