શૉકિંગ ઘટના: ટ્રાન્સજેન્ડર ગર્લ્સ ટૉઇલેટમાં હતી ને મહિલાએ દરવાજો ખોલીને કાઢી બહાર

Dec 03,2018 6:41 PM IST

અમેરિકાની એક શાળામાં અભ્યાસ કરતા ટીનએજ ટ્રાન્સજેન્ડરને ગર્લ્સ માટેનું ટૉઇલેટ વાપરવા જતાં એવો કડવો અનુભવ થયો હતો કે તેણે તેની સાથે કરવામાં આવેલા આ અમાનવીય કૃત્યનો વીડિયો બનાવીને ફેસબૂકમાં અપલોડ કર્યો હતો. પોતાની સાથે ઘટેલી આવી નિંદનીય ઘટનાનું વર્ણન કરતાં તેણે લખ્યું હતું કે હું છોકરીઓ માટેનું ટૉઇલેટ ના વાપરી શકું કેમ કે હું ટ્રાન્સજેન્ડર છું. વધુમાં વધુ આ વીડિયો શૅર કરીને તેને વાઈરલ કરો જેથી મને ન્યાય મળે. અહીં જોઈ શકાય છે કે કઈ રીતે આ હાઈસ્કૂલની એક મહિલા કર્મચારી તેની સાથે શરમજનક વ્યવહાર કરે છે. આ ઘટનાથી વ્યથિત થયેલ સેસેડૉલ નામના આ ટ્રાન્સજેન્ડરે બાદમાં દરેક વ્યક્તિને કેમેરા સામે બતાવી બતાવીને ઓળખ પણ કરી હતી જેઓ તેને ટૉઇલેટમાંથી બહાર આવવા મજબૂર કરી હતી. આ વીડિયોમાં આ ટીનએજ ટ્રાન્સજેન્ડરની વ્યથા સાંભળીને અનેક લોકોએ શાળાના સત્તાવાળાઓ સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.