શું તમને ખબર છે કે સ્માર્ટફોનમાં 3 પ્રકારના એન્ડ્રોઈડ ફોન્સ ઉપલબ્ધ છે?

Apr 06,2018 8:58 PM IST

અમદાવાદ: સ્માર્ટફોનમાં હવે 3 પ્રકારના એન્ડ્રોઈડ ફોન્સ ઉપલબ્ધ છે. એન્ડ્રોઈડ Oreo, એન્ડ્રોઈડ Go અને એન્ડ્રોઈડ One. આ ત્રણ એન્ડ્રોઈડ છે શું? અને કેવો એન્ડ્રોઈડ તમારા માટે રહેશે બેસ્ટ? સારા બજેટ માટે એન્ડ્રોઈડનું લેટેસ્ટ વર્જન ઓરિયો બેસ્ટ છે. બજેટ બહુ ઓછું હોય તેવા લોકો માટે એન્ડ્રોઈડ ગો એક સારો વિકલ્પ છે. એન્ડ્રોઈડ ગો વર્જન એન્ડ્રોઈડ ઓરિયોનું કસ્ટમાઈઝ્ડ વર્ઝન છે. સસ્તાં ફોન માટે એન્ડ્રોઈડ ગો એક સારો વિકલ્પ છે. એન્ડ્રોઈડનો પૂરેપૂરો લાભ મળે તે માટે એન્ડ્રોઈડ ગો ડેવલપ કરાયું છે. ઓછી મેમરીવાળા ફોન્સ માટે જ બન્યું છે એન્ડ્રોઈડ ગો. મિડલ ક્લાસ બજેટવાળા લોકો માટે એન્ડ્રોઈડ વન બેસ્ટ. એન્ડ્રોઈડ વન એ એક પ્રકારનો પ્રોગ્રામ છે. મીડિયમ રેન્જવાળા ફોનમાં એન્ડ્રોઈડ અપડેટ કરવામાં પ્રોબ્લમ આવે છે. એન્ડ્રોઈડનું જે પણ નવું વર્ઝન આવે તેનો લાભ એન્ડ્રોઈડ વનમાં મળે. તમારા બજેટને આધારે નક્કી કરો એન્ડ્રોઈડ સ્માર્ટફોન.