મહારાષ્ટ્ર / કોઈ અમારા MLAને ફોડવાની કોશિશ કરશે તો તેનું માથું ફોડી નાંખશુંઃ શિવસેના

Nov 21,2019 4:22 PM IST

મહારાષ્ટ્રમાં સરકાર રચવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ત્યારે બીજેપી, શિવસેના, કોંગ્રેસ અને એનસીપી વચ્ચે સત્તાને લઇને ખેંચતાણ ચાલી રહી છે. આ વચ્ચે શિવસેનાના નેતા અબ્દુલ સત્તારે એક વિવાદીત નિવેદન આપ્યું છે કે અમારા ધારાસભ્યોને જે કોઈ ફોડવાની કોશિશ કરશે તેનું માથું ફોડી નાંખશું, તેમજ પગ પણ તોડી નાંખશું. અને દવાખાને લઇ જવા એમ્બ્યૂલન્સની સગવડ પણ કરી આપશું. શિવસેનાના આ નેતાએ આડકતરી રીતે બીજેપીને ધમકી આપી છે.