ઉત્તરાયણે ભીષ્મે ઈચ્છાથી કર્યો હતો દેહત્યાગ, દ્રૌપદી હસી હતી તેમની વાત પર

Jan 13,2018 12:49 PM IST

મહાભારતના યુદ્ધમાં ભીષ્મ કૌરવોના પક્ષે રહીને લડી રહ્યા હતા. પૂર્વજન્મનો બદલો લેવા શિખંડીએ પિતામહ ભીષ્મને બાણોથી વિંધી નાંખ્યા હતા. જો કે ભીષ્મ પિતામહને એક ખાસ વરદાન મળેલુ હતુ. જેમાં તે ઈચ્છે ત્યારે જ તેઓ મૃત્યુ પામે. આથી તેઓ 58 દિવસ બાણશય્યા પર રહ્યા હતા. તે ઘાયલ થયા હતા ત્યારે દક્ષિણાયન ચાલતું હતુ. જે મૃત્યુ માટે યોગ્ય સમય મનાતો નથી. જેથી તેમણે ઉત્તરાયણના દિવસને મૃત્યુ દિવસ તરીકે પસંદ કર્યો.