ક્રેઝી ફેન / Spider-Manનાં કપડાં પહેરીને આ યુવકે આપ્યુ રાજીનામું, અંતિમ દિવસે કામ પણ કર્યુ

Jan 29,2019 12:42 PM IST

સાઉ પાઉલો: બ્રાઝીલના Sao Pauloમાં એક બેન્કમાં કામ કરતા વ્યક્તિએ નોકરીમાંથી રાજીનામુ આપી દીધુ છે. તે ઓફિસમાં પોતાના અંતિમ દિવસે Spider-Manનો ડ્રેસ પહેરીને ગયો હતો. આટલુ જ નહી આ વ્યક્તિએ બેન્કમાં બેસીને ફિડબેક ફોર્મ પણ ભર્યુ હતું. લોકો તેને જોતા રહ્યાં અને હસતા રહ્યાં હતા.અત્યાર સુધી મળેલી જાણકારી અનુસાર એવુ કહેવામાં આવી રહ્યું છે કે આ વ્યક્તિ Spider Manનો સૌથી મોટો ફેન છે.Spider-Man: Far From Home ફિલ્મ પણ 5 જુલાઇએ રિલીઝ થઇ રહી છે. આ ફેન્સનું એક રીતે આ ફિલ્મનું પ્રમોશન જ કરી રહ્યો હતો.