ગુજરાતી યુવક આ રીતે પહોંચ્યો KBCની હોટ સીટ પર, આવો રહ્યો અનુભવ

Sep 06,2017 3:02 PM IST

KBCની શરૂઆત થઈ ગઈ છે. જેમાં સુરેન્દ્રનગરના હળવદ તાલુકાનાં મેરુપર ગામના રૂપાભાઈ મનસુખભાઈ હડિયલની પસંદગી થઈ છે. તેઓ 6 સપ્ટેમ્બરે અમિતાભ બચ્ચન સાથે હોટ સીટ પર કૌન બનેંગા કરોડપતિ રમશે. રૂપાભાઈએ 2012, 2013, 2014માં KBCનાં ઓડિશન આપ્યા હતાં. ત્યારબાદ 2017માં જૂન મહિનામાં ફરી KBCનું રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું અને પહેલાં લકી વિનર થયા. KBC ઓડિશનમાં સિલેક્ટ થઈને ફાસ્ટેસ ફિંગર ફર્સ્ટ માટે પસંદ થયા હતાં. આ રીતે રૂપાભાઈ કેબીસીની હોટ સીટ પર પહોંચ્યા અને 7 વર્ષથી જોયેલું સપનું સાકાર કર્યું. 25 વર્ષીય રૂપાભાઈ સામાન્ય પરિવારમાંથી આવે છે. રૂપાભાઈ પિતા મનસુખભાઈ અને માતા કંચનબહેન અને તેમની બહેન ચંદ્રિકા સાથે મેરુપર ગામમાં રહે છે. તેમણે 12 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે અને હાલ ખેતીકામ કરી રહ્યાં છે.