ROAR 2K17: અમદાવાદમાં પહેલી વાર અનોખી નાઇટ પાર્ટી

Dec 29,2017 5:53 PM IST

અમદાવાદ: એક બાજુ પોતાની ઐતિહાસિક છબીને વિશ્વમાં ગુંજાવી રહ્યું છે તો બીજી બાજુ શહેરની આધુનિકતા પણ વિકાસના માર્ગે પ્રસ્થાન કરી રહી છે. શહેરમાં નાઈટલાઈફ પણ એવી થઇ ગઈ છે કે જાણે વિદેશમાં હોય એવો આભાસ થાય છે. 2017 જાણે પૂર્ણ થવાની આરે છે. તો શહેરના યુવાનોનો હોટ ફેવરિટ દિવસ એટલે કે 31 December આવી રહ્યો છે. આખા વર્ષમાં યુવાનો આ દિવસ માટે આતુર રહેતા હોય છે. હવે આવા અવસરમાં શહેરમાં ડિસ્કો પાર્ટીઓ આયોજિતના થાય એવું બને? આ વર્ષે આવી અઢળક સેલિબ્રેશન પાર્ટીઓ થવાની છે પરંતુ કેન્સવિલે ગોલ્ફ એકેડેમીમાં શહેરના સ્કાયક્રાફટ એન્ટરટેન્મેન્ટ દ્વારા ROAR 2K17ની સેલિબ્રેશન પાર્ટીની અમદાવાદના યુવાઓમાં વિશેષ ચર્ચા રહી છે.