..અને જોતજોતામાં દિવાલ પર ચડી જાય છે આ દેસી સ્પાઈડર મેન

Dec 02,2016 6:22 PM IST

ફક્ત 10 સેકન્ડમાં દિવાલ પર સડસડાટ ચઢી જતો આ વ્યક્તિ છે જ્યોતિ રાજુ. તે કર્ણાટકના ચિત્રગુર્દનો રહેવાસી છે. તે કોઈ પણ સહારા વગર જ ઊંચામાં ઊંચી ઈમારતો પર ચઢી જાય છે. અને આ જ કારણ છે કે તે સમગ્ર ભારતમાં મન્કી મેન અને દેશી સ્પાઈડર મેનના નામથી પ્રચલિત છે. ઊંચી દિવાલો પર ચઢતી વખતે અનેક વખત તેના હાડકા પણ ભાંગ્યા છે. ફ્રેક્ચર્સને કારણે શરીરની અનેક જગ્યાઓએ તેને સળિયાઓ લગાવવા પડ્યા છે. તેમ છતાં પોતાના અજબ-ગજબ કરતબના કારણે રાજૂ પુરી દુનિયામાં પ્રખ્યાત થઈ ગયો છે.