જાંબુઘોડા: વનવાસ વખતે પાંડવો ગુજરાતમાં આવેલા, ભીમ દળતો આ ઘંટીથી લોટ

Dec 10,2016 7:59 PM IST

પંચમહાલ જિલ્લામાં આવેલું રમણીય સ્થળ જાંબુઘોડા. પૌરાણિક કથા અનુસાર અહીં પાંડવો આવ્યા હતા અને રોકાયા હતા. અહીં આવેલું ઐતિહાસિક ઝંડ હનુમાન મંદિર એની સાક્ષી પૂરે છે. કથા એવી છે કે એક વાર દ્રોપદીને તરસ લાગી હતી. આથી અર્જુને જમીનમાં તીર મારી જળધારા વહાવી હતી. જેના નિશાન આજે પણ મૌજૂદ છે. તો અહીં આવેલી મહાકાય ભીમ ઘંટી આકર્ષણનું કેન્દ્ર છે. કહેવાય છે કે આ ઘંટીમાંથી ભીમ અનાજ દળતો હતો. મંદિરની મુલાકાતે આવેલા લોકો એક વાર ઘંટીના પડ ઉઠાવવાનો પ્રયાસ પણ કરે છે. પાંડવોના કાળનું આ મંદિર શનિપનોતીથી મુક્તિ અપાવે છે એવી માન્યતા છે.