ડુક્કરની દર્દનાક દાસ્તાન;મિત્રને કસાઈઓના હાથે કપાતું બચાવવા ડુક્કરે ખેલ્યો જીવ સટોસટનો ખેલ

Dec 02,2018 6:48 PM IST

ચાઈના બેનાન પ્રાંતમાં આવેલા એક કતલખાનાનો આ વિડીયો એ વાતની સાબિતી છે કે પ્રાણીઓમાં પણ જીવદયા હોય જ છે. દોસ્તી તો તેઓ પણ નિભાવે છે. જો જરૂર પડે તો જેમની સાથે તેમણે સૌથી વધુ સમય પસાર કર્યો હોય તેને બચાવવા માટે પોતાનો જીવ પણ જોખમમાં મૂકી દે છે. પોતાના દોસ્ત એવા અન્ય એક ડુક્કરને કસાઈઓના હાથે કપાતું જોઈને આ ડુક્કરે તરત જ કસાઈ પર હુમલો કર્યો હતો. ચારેબાજુ તેના આક્રંદથી સોંપો પડી ગયો હતો. તેની આવી હિંમત જોઈને કસાઇઓ પણ થોડીવાર માટે તો તેમનો પોતાનો જીવ બચાવવાની મુદ્રામાં આવી ગયા હતા.અંદાજે એકાદ વર્ષ જૂનો આ વીડિયો ફરી વાઈરલ પણ થઈ રહ્યો છે.