વાઇરલ / પાકિસ્તાનમાં ટમેટાંના ભાવ કિલોએ 300 રૂપિયાને પાર જતાં દુલ્હને ઘરેણાંની જેમ પહેર્યાં

Nov 20,2019 3:45 PM IST

આ દુનિયાની દરેક છોકરીઓ એવું ઈચ્છતી હોય છે કે, તેના લગ્નને દિવસે તે સૌથી સુંદર દેખાય. પાકિસ્તાનમાં કરાચીની એક દુલ્હનના મનમાં પણ એવું જ કંઈક ચાલી રહ્યું હતું,પણ તેણે નિકાહમાં ટમેટાંને ઘરેણાંની જેમ પહેર્યાં હતાં. પાકિસ્તાનમાં હાલ ટમેટાંનો ભાવ કિલોનો 300 રૂપિયા સુધી પહોંચી ગયો છે. આ દુલ્હને દેશમાં હાલ ટમેટાંની કિંમત જોઈને તેને જ ઘરેણાંની જેમ પહેરી લીધા હતાં.