વાઇરલ / કરતારપુર ઉદ્ધાટનમાં ઈમરાન ખાને કહ્યું ‘આપણો સિદ્ધુ ક્યાં છે’, વાઇરલ થયો વીડિયો

Nov 11,2019 5:08 PM IST

કરતારપુર કોરિડોર ઉદ્ધાટનનો પાક પીએમ ઈમરાન ખાનનો એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુ કરતારપુર કોરિડોર ઉદ્ધાટનમાં ગયા હતા. ઈમરાન ખાન એક બસમાં બેસી કરતારપુર કોરિડોરનું ઉદ્ધાટન કરવા પહોંચ્યા હતા. જેની સાથે નવજોત સિંહ સિદ્ધુ નહોતા, ઈમરાને કહ્યું ‘આપણો સિદ્ધુ ક્યાં છે?’; ઈમરાનની આ વાત પર હાજર રહેલા લોકો હસી પડે છેકોઇએ કહ્યું કે ભારત તરફથી અત્યારે ગેટ બંધ કરી દેવામાં આવ્યો છે અને સિદ્ધુ જથ્થાની લાઇનમાં ઉભા છે. ઈમરાને કહ્યું જો સિદ્ધુને રોકવામાં આવશે તો તે સિદ્ધુને હિરો બનાવી દેશે. ઈમરાન ખાનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.