પોલીસે બાઈક પકડ્યું તો આ ગુજરાતીને ભરબપોરે 'માતાજી' આવ્યા / પોલીસે બાઈક પકડ્યું તો આ ગુજરાતીને આકરા તાપમાં 'માતાજી' આવ્યાં

Mar 30,2018 10:28 AM IST

પાટણ: અમદાવાદ હોય કે મહેસાણા, સુરત હોય કે પાટણ ટ્રાફિક ભંગ કરવામાં ગુજરાતીઓ અવ્વલ રહે છે. આવો જ ટ્રાફિક ભંગનો એક બનાવ પાટણ શહેરમાં બન્યો હતો. ટ્રાફિક પોલીસે બાઈક ડિટેઈન કરતાં 200 રૂપિયા દંડ ન ભરવો પડે એ માટે રસ્તા વચ્ચે જ ટોઈંગ વ્હિકલને પકડીને એક વ્યક્તિ ધૂણવા લાગી હતી. બપોરના સમયે બે દિવસ પહેલા એક વ્યક્તિનું બાઈક ડિટેઈન કરવામાં આવી હતું. ટ્રાફિક પોલીસ વાહન લઈને રવાના થાય એ પહેલા જ એક વ્યક્તિ માતાજીનો પવન આવ્યો હોવાનો ડ્રામા કરવા લાગ્યો હતો. કેટલાકે આ ડ્રામાને મોબાઈલમાં કેદ કરી લીધો હતો.