અમેરિકા / ડૉગીને ફરવા નીકળેલા શખ્સ પર પડી વીજળી, માલિકને એકલો મૂકી ભાગી ગયા ત્રણેય કુતરાં

Oct 09,2019 5:54 PM IST

સોશિયલ મીડિયા પર એક અમેરિકનનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ તેના ત્રણ ડોગી સાથે જઈ રહ્યો છે, અને અચાનક તેના પર વીજળી પડે છે. વીજળી પડતાં તે ત્યાં બેહોશ થઈ પડી જાય છે અને ત્રણેય ડોગી ડરના માર્યા માલિકને છોડી ત્યાંથી ભાગી જાય છે. ત્યાં જ થોડી વારમાં રાહદારીઓની નજર તેના પર પડી અને તેને સીપીઆર દઈ તરત જ હૉસ્પિટલ લઈ ગયા. ઘટના અમેરિકાના ટેક્સાસની છે અને આ વ્યક્તિનું નામ એલેક્સ કોરેસ છે. વીજળી કોરેસના જૂતા અને સોક્સ પર પડી,..જેના લીધે તેનો જીવ બચી ગયો. આ આખી ઘટના ત્યાં રહેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.