72 કલાકમાં 2.5 એકરમાં શિવાજીની સૌથી મોટી રંગોળી બનાવી

Feb 20,2018 6:08 PM IST

છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતીએ મહારાષ્ટ્રના લાતૂરમાં સૌથી મોટી રંગોળી બનાવાઈ. કલાકાર મંગેશ નિપાણીકર અને તેમના 60 સાથીઓએ 4 દિવસ સતત કામ કરી આ રંગોળી બનાવી. આ રંગોળી બનાવવા 50 હજાર કિલો રંગનો ઉપયોગ થયો છે. શિવાજીની આ ભવ્ય રંગોળી 2.5 એકરનાં સ્પોર્ટ મેદાનમાં બનાવવામાં આવી હતી. રંગોળી બનાવવાનું કામ મહાશિવરાત્રીએ શરૂ કર્યું અને શનિવારે સવારે પૂરું થયું. રંગોળી બનાવનાર મંગેશ નિપાણીકરનો દાવો છે કે આ વિશ્વની સૌથી મોટી રંગોળી છે. શિવાજીની આ રંગોળીને ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકૉર્ડમાં નોંધવા માટે વીડિયો મોકલ્યો છે. આ રંગોળીનો વીડિયો બોલિવૂડ એક્ટર રિતેશ દેશમુખે તેનાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી શિવાજી જયંતીની શુભેચ્છા પાઠવી.