આ કારણે દુર્યોધને દ્રૌપદીના સ્વયંવરમાં ભાગ લીધો ન હતો

Feb 07,2018 6:52 PM IST

ભાગ્યે જ કોઈ એવું હશે કે જે મહાભારત વિશે જાણતું નહીં હોય કે પછી મહાભારતની વાર્તાઓ નહીં સાંભળી હોય. મહાભારત એ પાંડવો અને કૌરવોના યુદ્ધની કહાની છે. શ્રીમદ્ ભગવદ્ ગીતા મહાભારતનો જ એક ભાગ છે. મહાભારતના યુદ્ધ સમયે અર્જુનને મોટીવેટ કરવા માટે જ કૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ સંભળાવ્યો હતો. આ બધી જ વાતો તમે જાણતાં જ હશો. જો કે મહાભારતની કેટલીક એવી વાતો પણ છે કે જે તમારી જાણમાં હોય એવી શક્યતા ઓછી છે.