ગુજરાતી સિનેમાના સુપરસ્ટાર નરેશ કનોડિયાના ઘરે આવ્યા બાપ્પા, ખાસ છે ગણપતિની મૂર્તિ

Sep 13,2018 8:48 PM IST

અમદાવાદઃ 13 સપ્ટેમ્બરના રોજ ગણેશચતુર્થીનો તહેવાર ધામધૂમ પૂર્વક મનાવવામાં આવ્યો છે. આ તહેવાર સેલિબ્રેટ કરવામાં સેલેબ્સ પણ પાછળ નથી. ગુજરાતી ફિલ્મ્સના સુપરસ્ટાર નરેશ કનોડિયાએ પોતાના ઘરે બાપ્પાને બેસાડ્યા હતાં. દિવ્યભાસ્કરની પહેલને અનુસરીને કનોડિયા પરિવારે માટીના ગણપતિ પોતાના ઘરે બેસાડ્યાં હતાં. ગુજરાતી સુપરસ્ટાર હિતુ કનોડિયાએ જાતે માટીના ગણેશ બનાવ્યા હતાં અને ઘરે બિરાજમાન કર્યાં હતાં. ભગવાન ગણેશની પૂજા કરતી વખતે કનોડિયા પરિવારની ત્રણ પેઢી સાથે જોવા મળી હતી. જેમાં નરેશ કનોડિયા, પુત્ર હિતુ કનોડિયા તથા પૌત્ર રાજવીર જોવા મળ્યાં હતાં. સાથે નરેશ કનોડિયાની પત્ની રીમા પણ હતાં.