1 મે 1960થી અનોખું બન્યું નવાપુરઃ ગુજ.-મહા.માં વહેંચાયું રેલવે સ્ટેશન

May 01,2018 12:35 PM IST

સુરતઃ ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલા નવાપુર રેલવે સ્ટેશન પર એક બાંકડો એવો છે જે દેશના કદાચ કોઇપણ રેલવે સ્ટેશન પર નહિ હોય. આ બાંકડાની મધ્યમાંથી બંને રાજ્યોની સરહદ જાય છે બાંકડાની એક તરફ ગુજરાત રાજ્યના કાયદા લાગે છે તો બીજીતરફ મહારાષ્ટ્ર રાજ્યના કાયદાનો અમલ કરવો પડે છે. મહારાષ્ટ્ર-ગુજરાત રાજ્યના બોર્ડર પર નવાપુર રેલ્વે સ્ટેશન બે રાજ્યની સીમા ઉપર આવે છે. પુર્વ દિશામાં મહારાષ્ટ્ર છે અને પશ્ચિમ દિશામાં ગુજરાત રાજ્ય. રેલ્વે સ્ટેશની વિશેષ બાબત એ છે કે ટિકિટ લેનાર મહારાષ્ટ્રમાં રહે છે અને સ્ટેશન માસ્તર ગુજરાતમાં બેસે છે. નવાપુર એકમાત્ર એવું સ્ટેશન છે જ્યાં 4 ભાષામાં એનાઉન્સમેન્ટ થાય છે.