પાકિસ્તાન / આઝાદી માર્ચમાં શરમમાં મુકાયા મૌલાના, ગો ઈમરાનના બદલે ગો નવાઝ બોલ્યા

Nov 03,2019 5:03 PM IST

હાલ પાકિસ્તાનમાં વડાપ્રધાન ઈમરાન ખાન વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. આઝાદી માર્ચના મૌલાના ફઝલુર રહમાને તો ઈમરાન ખાનને બે દિવસનું અલ્ટીમેટમ આપી દીધુ છે. ત્યારે આઝાદી માર્ચમાં નેતા અતાઉલ હકે એક રેલીને સંબોધન કરતા બફાટ કર્યો હતો.તેણે ભીડને ઈમરાન ખાનનો નારો આપવાને બદલે નવાઝનો નારો આપ્યો હતો. ગો ઈમરાન..ના બદલે ગો નવાઝ.. બોલવા લાગ્યા હતા. જેને સાંભળી હાજર સૌ કોઈ હસવા લાગ્યા અને હજારોની ભીડ વચ્ચે મૌલાના પણ પાણી પાણી થઈ ગયા હતા. બાદમાં પોતાની ભૂલ સુધારી ગો ઈમરાન ગો કહ્યું હતુ.