- Home
- Gujarati Videos
- Off beat
- Farmer Idea
સામાન્ય ખેડૂતે સાઇકલના નકામા વ્હીલમાંથી બનાવ્યું સાંતી, બળદ અને ટ્રેક્ટર વગર પણ થઈ શકે ખેતી
4K views
કેટલાક ખેડૂતોની કોઠાસૂઝ ભલભલા એન્જિનિયર્સને પણ પછાડી દે તેવી હોય છે. આવી જ આગવી કોઠાસૂઝનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. એક ખેડૂતે સાઇકલના નકામાં વ્હીલમાથી સાંતી બનાવ્યું છે. સાઈકલના વ્હીલને લોખંડના સળિયાથી જોડી તેમાં હળવા વજનનું સાંતી લગાવી દેવાયું છે. સાઇકલના વ્હીલનું બેલેન્સ રહે તે માટે નીચે નાના-નાના બે વ્હીલ લગાવી દીધા છે. બે પાઈપને લાંબા કરી દીધા છે, જેને હાથથી ધક્કો મારતા વ્હીલ આગળ ચાલે છે. આ સાંતીમાં ખેડૂતે ત્રણ રાપડી લગાવી છે, જે જમીનમાં નિંદામણ કરી ખેડ કરતી જાય છે. સાવ નજીવા ખર્ચે આ પ્રકારનું સાંતી તૈયાર થઈ જાય છે, આ સાંતીમાં બળદની પણ જરૂર પડતી નથી, જેથી સાવ મફતમાં ખેતી કરી શકાય છે.