આ છે સ્પેસમાં જનાર પ્રથમ ભારતીય, દેશ માટે કહ્યુ હતુ આવું

Jan 13,2018 7:05 PM IST

રાકેશ શર્મા પ્રથમ ભારતીય છે જેણે અવકાશયાત્રા કરી હતી. તેઓ 3 એપ્રિલ 1984ના સોયુઝ ટી-11 નામના અવકાશયાન દ્વારા સ્પેસમાં પહોચ્યા હતા. તેમણે અવકાશમાં 7 દિવસ, 21 કલાક અને 40 મિનિટ જેટલો સમય વિતાવ્યો હતો. તેઓ ઈન્ડિયન એરફોર્સમાં સ્કવોડ્રન લીડર હતા. સ્પેસમાંથી તેમણે ભારતના વડાપ્રધાન ઈન્દિરા ગાંધી સાથે વાતચીત કરી હતી. 13 જાન્યુઆરી એટલે કે આજ તેમનો જન્મદિવસ છે. ત્યારે અહીં અમે તમને બતાવી રહ્યા છીએ કે તેમણે વડાપ્રધાન સાથે શું વાતચીત કરી હતી.