- Home
- Gujarati Videos
- Off beat
- Cobra swallowed 11 eggs in madhyapradesh
મરઘીનાં ઈંડાં ખાઈને ફસાયો હતો કોબ્રા, પૂંછડીથી ઊંધો કરીને ઓકાવ્યાં 1 ઈંડાં / મરઘીનાં ઈંડાં ખાઈને ફસાયો હતો કોબ્રા, પૂંછડીથી ઊંધો કરીને ઓકાવ્યાં 11 ઈંડાં
4K views
મધ્યપ્રદેશના સાગરમાં આવેલા સર્કિટ હાઉસમાં એક અજીબ જ ઘટના બની હતી. ત્યાંના એક કેર ટેકરે પોતાના કેમ્પસમાં જ કેટલીક મરઘીઓ પાળી હતી. જેમને તે રોજ રાત્રે એક પાંજરામાં બંધ પણ કરી દેતો હતો. જો કે તેને નવાઈ તો ત્યારે લાગી જ્યારે તેને ખબર પડી કે તેમાંથી રોજ ઈંડાં ચોરાય છે અને આ ચોરને પકડવા માટે તેણે એક પાંજરૂ પણ અંદર મૂકી દીધું. સવારે જ્યારે આ ઈંડાં ચોરને જોયો તો તે પણ ચમકી જ ગયો હતો. કેમ કે તેમાં ઝડપાયો હતો એક કોબ્રા. જેનું પેટ પણ 11 જેટલાં ઈંડાં ગળી જવાથી ફૂલી ગયું હતું. બાદમાં ત્યાં વનવિભાગનો માણસ આવ્યો હતો અને તેણે સાપને પકડીને એક બાદ એક એમ 11 ઈંડાં પણ ઓકાવ્યાં હતાં. બાદમાં તે કોબ્રાને જંગલમાં સલામત સ્થળે છોડી મૂક્યો હતો.