અમેરિકા / બિલાડીએ જીવના જોખમે 1 વર્ષના બાળકનો જીવ બચાવ્યો, NGOએ બિલાડીને દત્તક લેવાની વાત કરી

Nov 12,2019 5:55 PM IST

સામાન્ય રીતે ડોગીને વફાદાર પ્રાણી માનવામાં આવે છે. પરંતુ અમેરિકામાં એક બિલાડીએ તેના માલિકના બાળકનો જીવ બચાવ્યો. જેની સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચા થઈ રહી છે. કોલંબિયામાં બિલાડીએ જીવના જોખમે એક વર્ષના બાળકને પડતા બચાવી લીધું. સીસીટીવી ફૂટેજમાં દેખાય છે કે બાળક રૂમમાં રમતા રમતા ઘૂંટણના બળે સીડી સુધી પહોંચી જાય છે. અને સીડી પરથી નીચે પડે એ પહેલા બિલાડી ચેર પરથી કુદીને તેને બચાવી લે છે. અને થોડી વાર સુધી તે સીડી પર જ ઉભી રહી છે. જો બિલાડી સમય રહેતા બાળકને રોકત નહીં તો બાળક સીડી પરથી પડી શકતુ હતુ. 45 સેકન્ડની આ વીડિયો ક્લિપ ડિલોર અલ્વારેજ નામના ફેસબુક પેજ પર શેર કરવામાં આવી છે. ત્યારથી કેટલાંક સંગઠનો આ બિલાડીને દત્તક લેવાની વાત કરી રહ્યા છે.