કુદરતની મહેરબાની! એક સાથે બે બોરમાં પાણી આવ્યું, પ્રેસર એવું કે ચાલતી રિંગ દબાઈ ગઈ

Dec 14,2018 7:55 PM IST

વીડિયો ડેસ્કઃ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયો ખેતરમાં ચાલતા બોરવેલમાં આવેલા પાણીનો છે. વીડિયોમાં કોઈ ખેતરમાં બોરવેલ ચાલી રહ્યો છે. આ બોરવેલથી અંદાજે 300 ફૂટ દૂર ખુલ્લો બોર છે. રિંગ જ્યાં ચાલી રહી છે, એ બોરમાં ધોધમાર પાણી આવે છે. આ સાથે જ નજીકમાં જે ખુલ્લો બોર જીવતો થાય છે, આ બોરમાંથી એટલા પ્રેસરથી પાણી બહાર નીકળે છે કે, જાણે નદી વહેતી હોય. આને કહેવાય કુદરતની મહેરબાની. જોકે આ વીડિયો ક્યાંનો છે તે જાણી શકાયું નથી.