ગુજ્જુ સ્ટુડન્ટ્સને 'NEET'નું માર્ગદર્શન આપવા અમદાવાદી શિક્ષકે યૂ-ટ્યૂબ ચેનલ શરૂ કરી, એપ પણ બનાવી

Dec 24,2018 8:20 PM IST

અમદાવાદ : મેડિકલ પ્રવેશની યુજી-નીટ(નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ)માં ગુજરાતી વિદ્યાર્થી સારું પરિણામ મેળવે તે હેતુથી બાયોલોજીના નિષ્ણાત સુશિલ નાઈકે યુ ટ્યુબ ચેનલ શરૂ કરી છે. તે ગુજરાતી અને અંગ્રેજીમાં લેક્ચર લઈ વીડિયોને યૂ-ટ્યૂબ પર અપલોડ કરે છે. સાથે જ ટેલિગ્રામ એપ પર તેને બ્રોડકાસ્ટ કરે છે. અમદાવાદ સહિતનાં મોટાં શહેરો ઉપરાંત નાના ગામડાંઓ-શહેરોના વિદ્યાર્થીઓને ઉપયોગી માર્ગદર્શન આપવા માટે આ પ્રોગ્રામ ઘડાયો છે. બાયોલોજીના શિક્ષક સુશીલ નાઈકે કહ્યું છે કે, નીટ એટ રેણુકા નામની યૂ-ટ્યૂબ ચેનલ, તેમજ ટેલિગ્રામ એપ નામની એપ્લિકેશન શરૂ કરવાનો મુખ્ય હેતુ અમદાવાદ સહિત ગુજરાતના તમામ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને મદરૂપ થવાનો છે.