હાઉડી મોદી / મોદી-ટ્રંપના આવતાવેંત જ એક બાળકે બંને નેતાને રોકી લીધા, ક્લિક કરી સેલ્ફી

Sep 23,2019 3:41 PM IST

હાઉડી મોદી કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદી અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રંપ જ્યારે મંચ તરફ આવી રહ્યા હતા તો તેમના સ્વાગત માટે ઘણાં લોકો ઉભા હતા. પરંતુ ત્યારે જનમેદનીનું ધ્યાન એક બાળક તરફ ગયું, લાઇનમાં ઉભેલા એક ભારતીય બાળકે બંને નેતાઓને રોકી લીધા અને તેમની સાથે સેલ્ફી લેવાની ઈચ્છા જતાવી. બાળકની મંશા જાણી પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રંપ તેની સાથે ઉભા રહી ગયા અને સેલ્ફી ક્લિક કરાવી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.