- Home
- Gujarati Videos
- Off beat
- 35 biking queens 10 thousand KM bike ride start from today
સુરતની 35 બાઈકિંગ ક્વિન્સ 10 હજાર કિમીની સફરે, બિગ બીએ આપી શુભકામના
2K views
સુરતથી સિંગાપોરની યાત્રા કરનારી બાઈકિંગ ક્વિન્સ ફરી બાઈક લઈને દેશના પ્રવાસે નીકળી છે. બાઈકિંગ ક્વિન્સની 35 મહિલાઓ અને 10 સપોર્ટીવ મહિલાઓ સાથે 15 રાજ્યોમાં 10 હજાર કિલોમીટરથી વધુનો પ્રવાસ ખેડવા નીકળી પડી છે. આ મહિલાઓના ઐતિહાસિક સફરને રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પ્રસ્થાન કરાવ્યું હતું. જ્યારે અમિતાભ બચ્ચને શુભકામના પાઠવી હતી. 35 મહિલાઓ પીએમ મોદીના બેટી બચાવો, બેટી પઢાઓના સંદેશને લઈને નીકળી પડી છે. 15મી ઓગસ્ટના રોજ લેહના ખારડૂંગ લા ખાતે વિશ્વના સૌથી ઉંચા રસ્તા પર ભારતના તિરંગાને સલામી આપીને ઈતિહાસ રચશે. દેશભરમાં 45 દિવસ બાઈક રાઈડ કરી સુરત પરત ફરશે.