વૉક / મોર્નિંગ વોક કેવી રીતે કરવું જોઈએ? વેરાવળના ખેતસીભાઈએ સમજાવી સાચી રીત

Feb 13,2020 5:18 PM IST

વેરાવળના સિનિયર સિટીજન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ મોર્નિંગ વોક અંગેનો વીડિયો શેર કર્યો છે. તેમનું કહેવું છે કે, આજે મોર્નિંગ વોક એક ફેશન બની ગઈ છે. જેના કારણે મોર્નિંગ વોક કરનારને ચોક્કસ પરિણામ મળતું નથી. આ માટે તેમણે મોર્નિંગ વોક કેવી રીતે કરવું જોઈએ તે અંગેની સમજણ આપી છે. મોર્નિંગ વોક કરતી વખતે કેટલી ઝડપથી ચાલવું? કેવી રીતે ચાલવું? મોર્નિંગ વોક પછી ક્યારે નાહવું અને ક્યારે નાસ્તો કરવો એ અંગે સમજાવ્યું છે. ખેતસીભાઈના મતે આ વાતનું ધ્યાન રાખવામાં આવે તો જ મોર્નિંગ વોકથી ફાયદો થાય.