અમૃત / શિયાળામાં ગોળનું શરબત પીવો અને તંદુરસ્ત રહો, ખેતસીભાઈ મૈઠિયાએ સમજાવ્યું મહત્ત્વ

Nov 14,2019 2:32 PM IST

વેરાવળના સિનિયર સિટીજન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ શિયાળામાં તંદુરસ્તી વધારવા માટે ખૂબ જ ઉપયોગી એવો વીડિયો શેર કર્યો છે. આ વીડિયો શક્તિવર્ધક એવા ગોળના શરબતનો છે. ખેતસીભાઈનું કહેવું છે કે, શિયાળામાં નિયમિત ગોળ અને લીંબુનું શરબત પીવું જોઈએ. અડધા લીંબુનું પાણી બનાવી તેમાં ખાંડને બદલે ગોળ નાખવો જોઈએ. આ શરબતને વધારે ટેસ્ટી બનાવવા તેમાં વરિયાળી, એલચી અને જાયફળ નાખી શકાય છે. આ શરબત પીવાથી બ્લડ પ્રેસર કન્ટ્રોલ થઈ જશે. સાથે જ રાત્રે ઊંઘ સારી આવશે, આંતરિક શક્તિ વધશે, સ્ફૂર્તિ અને તાજગી રહેશે તેમજ થાક પણ નહીં લાગે. ગોળ અને લીંબુના શરબતના નિયમિત સેવનથી વીર્યમાં પણ વધારો થશે. ખેતસીભાઈ કહે છે કે, ગોળ-લીંબુનું શરબત માત્ર શિયાળામાં જ નહીં ઉનાળા અને ચોમાસામાં પણ પીવું જોઈએ.