કાનુડાના જન્મને વધાવવા બાળકીએ કર્યો ઉજાગરો, બીજા દિવસે ક્લાસમાં થઈ જોયા જેવી

Sep 05,2018 4:37 PM IST

માનસી નામની એક ક્યૂટ વિદ્યાર્થિનીનો વીડિયો વાઈરલ થયો છે. જેમાં તે ચાલુ કલાસમાં જ કોણ જાણે કેટલા દિવસનું જાગરણ હોય તેમ ઝોકાં ખાય છે. મહારાષ્ટ્રનો આ વીડિયો અંદાજે પાંચેક વર્ષ જૂનો છે જે ફરીથી વાઈરલ થયો છે. માનસી તેની બેન્ચ પર જ મસ્ત મજાની મીઠી નીંદર માણે છે તેનાં ટીચર તેને જગાડવા માટે બહુ જ પ્રયત્ન કરે તો પણ તે આંખો જ ખોલી શકતી નથી.તાજેતરમાં જ ઉજવાયેલી જન્માષ્ટમીના પ્રસંગ સાથે આ વીડિયોને કનેક્ટ કરીને સોશિયલ મીડિયામાં યૂઝર્સ હસતાં હસતાં કહે છે કે કૃષ્ણ જન્મને વધાવીને બિચારી સવારે સ્કૂલમાં ગઈ હશે.