• Home
  • Gujarati Videos
  • Entertainment
  • બાપા ચાલે વાંકા: દીકરાની પરણવાની ઉંમરે આ કાકાને 'ઘોડે ચડવું છે', Comedy video of son and father

બાપા ચાલે વાંકા: દીકરાની પરણવાની ઉંમરે આ કાકાને 'ઘોડે ચડવું છે'બાપા ચાલે વાંકા: દીકરાને પરણવાની ઉંમરે આ કાકાને 'ઘોડે ચડવું છે' / બાપા ચાલે વાંકા: દીકરાને પરણાવવાની ઉંમરે આ કાકાને 'ઘોડે ચડવું છે'

Apr 07,2018 11:17 AM IST

અમદાવાદ: દિવ્ય ભાસ્કરડોટકોમ લાવ્યું છે તમારી માટે ફની વીડિયો. જેનું નામ છે બાપા ચાલે વાંકા. ઘરમાં પપ્પા કોઈકની સાથે વાતો કરતાં હોય છે. એવામાં એમનો દીકરો આવી જાય છે. દીકરો પૂછે છે કે કોની સાથે વાત કરતાં હતા. તો પપ્પા ગોળ ગોળ જવાબ આપી વાતને આડે પાટે ચડાવી દે છે. ટેબલ પર નાસ્તો કરતાં કરતાં બને પિતાપુત્ર વાતો કરતાં હોય છે. પપ્પાએ જાણ્યું કે દીકરો એક અઠવાડિયા માટે ઘરે આવ્યો હોય છે. પિતાને તેમની પત્ની બહુ યાદ આવતી હોય છે. તેના વિના એમને સૂનું સૂનું લાગે છે. આ બધી વાતો પિતા તેમના પુત્રને કરતાં હોય છે. આ સમયે કામવાળી આવે છે અને પિતા તેમને ચા-નાસ્તો લાવવાનું કહે છે. કામવાળી જેવી રસોડામાં જાય છે કે તરત વાસણો ખખડવાનો અવાજ આવતો હોય છે. આ અવાજથી પિતા નહીં પણ પુત્ર ગુસ્સે થતો હોય છે. એટલામાં કામવાળી ચા અને નાસ્તો લાવે છે. પછી થોડી વાર બંને પતિ-પત્ની હોય એવું વર્તન કરવા લાગે છે. આ જોઈ દીકરાની આંખો પહોળી થઈ જાય છે.