ટેસ્ટી ફૂડ / અમદાવાદના મિકેનિકલ એન્જિનિયરનું સ્ટાર્ટઅપ, ઑનલાઈન આપે છે પાણીપૂરી

Feb 09,2019 9:06 PM IST

વીડિયો ડેસ્કઃ અમદાવાદના મિકેનિકલ એન્જિનિયર ચિરાગકુમાર જોશીના સ્ટાર્ટઅપની બોલબાલા વધતી જાય છે. ચિરાગકુમારની પાણીપૂરી લોકોમાં પ્રિય થઈ છે. panipuriwala.online પરથી પણ તમે પાણીપૂરી મંગાવી શકો છો. તેઓ ઓનલાઈન ડિલિવરી પણ કરે છે. ઓર્ડર મળ્યાના 30થી 45 મિનિટમાં ડિલિવરી કરે છે. 4 કિમી સુધી ડિલિવરી ચાર્જ ફ્રી, 4થી 6 કિમીનો ચાર્જ 30 અને 6થી 10 કિમીનો ડિલિવરી ચાર્જ 50 રૂપિયા છે. તેઓ દરરોજની 9000 પૂરીની ડિલિવરી કરે છે. 20 રૂપિયામાં 7 પૂરીની એક ડિશ અને 108 રૂપિયામાં અનલિમિટેડ પાણીપૂરીની લિજ્જત માણી શકશો. આ પાણીપૂરી ટેસ્ટની સાથે હાઈજીનમાં પણ બેસ્ટ છે. તેઓ મિનરલ વોટરનો પણ ઉપયોગ કરે છે. તેમને ત્યાંથી સેવપૂરી, દહીંપૂરી, પાપડી ચાટ, ભેળ પણ મળે છે. 2 વર્ષથી આ સ્ટાર્ટઅપ કર્યું છે. હાલમાં સેટેલાઈટ અને એલિસબ્રિજમાં બ્રાંચ શરૂ કરી છે.