ફૂડ / માણો અમદાવાદનાં યૂનિક શ્રી સાંઈ પરોઠાંની લિજ્જત,અલગ અલગ 22 વેરાયટી

Feb 06,2019 6:35 PM IST

અમદાવાદીઓ ખાણીપીણીના ખૂબ જ શોખીન છે. વીકેન્ડમાં જ નહીં હવે તો ગમે તે દિવસે હોટેલ, રેસ્ટોરન્ટ્સ અને લારીઓ ભીડ જોવા મળે. આવું જ એક ખાણીપીણીનું ડેસ્ટિનેશન એટલે શ્રી સાંઈ પરોઠાં. થલતેજ સ્થિત આ પરોઠા હાઉસમાં 22 વેરાયટીમાં પરોઠા મળે છે. જેની એક પ્લેટની કિંમત 180થી 200 રૂપિયા છે. પરોઠા બનાવનાર સુનીતાબહેનના હાથમાં એવો જાદુ છે કે લોકો આંગળા ચાટતા રહી જાય છે.