ચટાકો / અમદાવાદીઓને દાઢે વળગ્યા ગજાનંદ પૌઆ, 12થી 15 પ્રકારની વેરાયટી મળે

Feb 11,2019 12:13 PM IST

વીડિયો ડેસ્ક: અમદાવાદી લોકો સ્વાદના ભારે રસિક હોય છે. નવી નવી વાનગીઓનો ટેસ્ટ મેળવવા શહેરીજનો હંમેશાં આતુર હોય છે. ગજાનંદના પૌઆ પણ લોકોને ખૂબ પસંદ પડી રહ્યા છે. મસાલા વિથ પૌઆ લોકોની પહેલી પસંદ છે. અહીં 12થી 15 પ્રકારની વેરાયટી મળે છે. ગરમાગરમ પૌઆ સાથે પનીર પૌઆ અને ચણા પૌઆ પણ મળે છે. તેમજ અહીં હાઈજીનનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. અહીં મળતી ખાસ્તા કચોરી પણ ફેમસ છે. તેમજ અહીં તમે ઈડલી, વડાં, ઉપમા, ખીચું અને ચાટનો પણ સ્વાદ માણી શકશો.